Posts

આપણું અમદાવાદ

અમદાવાદ નામે આ એક શહેર છે જ્યાં લોકો ને હમેશા લીલા લહેર છે ચોમાસે ખાડાઓ મળે છે બધા જ રસ્તે અન્ડરપાસ ના પાણી માં ડઝનેક ખોવાયા છે પેટ્રોલ તો થયું જ છે બહુ મોંઘુ, હવે તો અદાની ના CNG થી રિક્ષાવાળાઓ અકળાયા છે BRTS થી કોને થયો ફાયદો રામ જાણે, પણ બાઈક ને બસ વાળા તો બહુયે ઠોકાયા છે . બધી ગટરો અહી ઓવરફલો થતી રહે છે, દર ચાર રસ્તે અહી ફ્લાય ઓવર બનાવાયા છે ચા ની લારી એ પણ નથી મળતા ૧૦ ના છુટા ને પાન-ગલ્લા વાળા એ AC ફીટ કરાયા છે સાલું અહી ક્યાય "pay & use" તો દેખાતું નથી પર MBA Class ના પાટિયા બધે દેખાયા છે. ગાડી માં જાય છે બૈરા શાકભાજી લેવા ફૂટપાથ પર બધે ગરીબો ગોઠવાયા છે 50 ડીગ્રી માં પણ જાનૈયા ગાંડા થઈ નાચે ને હવે બેન્ડ ને બદલે DJ ને રખાયા છે. McD ને Subway માં ભલે ભીડ દેખાય લોકો ને પાગલ તો પાણીપુરી એ જ બનાયા છે ઉત્તરાયણ માં ફૂટે છે દિવાળી ના ફટાકડા, ને અહી નવરાત્રી જોવા લોકો U.S. થી આયા છે "પાર્ટી", "બોસ" અને "બકા" થી કામ ચાલે છે ટ્રાફિકપોલીસ ને પણ લોકો એ ૨૦ માં પટાયા છે બોટલો નું થાય જઈ છે અહી કલાક માં સેટિંગ, ભલે ને ઝેરી લઠ્ઠા પી ને સો - બસ્સો ઉકેલાય...

Life is a beach...

I look at the gray sky while walking on ground, Is that just my love for you, who has turned my life around? something is breaking within, But no one can hear a sound. I wanna walk to the sunrise, But strong wind is blowing westbound. As I walk on the soft sand, My feet leave shallow signs, When I look back the path, I knew there's nothing left behind, Shallow things washed away, When time came like a strong tide, Did it ruin everything, the past? Or cleared mistakes too great to hide? We walked, just you and me, I was always holding your hand, Still you slipped away from me, And left me with grains of sand, But I continue my walk;the journey, Cuz you don't want me to wait, But should I erase you from my heart? Forget to love?and learn to hate? I feel you deep within my skin, when cold water kisses my feet, And the sea shells I find at every step, They come like your memories,so sweet. I realize now,heart isn't worth breaking, As in it's you with me, in its every beat. ...

Facebook Friend

Sometimes you write on my wall, "hey, hi" but I am just a stranger when you pass by. You know nothing more than my name, you just need neighbors in Farmville game, You will never understand what I write Still u comment on my status,"lol ..nice" You flood 100 posts in my news feed, Your Quiz results?Hell,I don't wanna read Why I need to see the photos you upload? I dont care,even if it's of your Audi on the road I am tired of ignoring gift requests you sent, Damn,I'm never attending any of your events I am just a name in your long friend list, You don't remember me, or my face at least You write "hppy bday" in the wall once a year, And wish that I give you a party? Sorry dear. I can see you online every night and day, But you have nothing, only "ssup?" to say. You never mean to talk and share, I am really nice to all,but You don't care. When I need someone,in dark phases You never told "Buddy, I am still there!" thoug...

પ્રેરણા

A few lines....Again, Dedicated to Rj! સ્વપ્નો ની નદી માં ભર દિવસે વહુ છુ, એના માટે પલકો મુન્દવાની જરૂર ક્યાં છે? ખુલ્લા આકાશે મુક્ત પતંગ બની ઊડુ છુ, બંધનો ની એ દોર ની જરૂર ક્યાં છે? ડામર ની સડક પર પણ એક સુવાસ પથરાઈ, પગ તળે કચડાયેલા ફૂલો ની જરૂર ક્યાં છે? આ જીંદગી ને હસીન બનાવવા આવ્યા તમે, તમને કોઈ નિમંત્રણ ની જરૂર ક્યાં છે? બસ માત્ર એક મીઠી યાદ જ કાફી છે તમારી કૈક લખવા તમને જોવાની જરૂર ક્યાં છે? - Asthir Amdavadi Kush Vyas P.S: Thank you Rashmita ... for being a source of inspiration!! :) Cheers!

દોસ્ત, સવાર પડશે..

રાત એ અનોખી બસ આમ પસાર થઇ ગયી ને સાવ જૂની એ વાતો બે- ચાર થઇ ગયી ખંખેરી ધૂળ જે લાગી હતી યાદો ની તસવીર પર, તો એક અજબ મસ્તી દિલ પર સવાર થઇ ગયી તને ગહેરી આ દોસ્તી નો હમણાં જ નશો ચડશે, હવે શું ઊંઘવાનું દોસ્ત, હમણાં જ સવાર પડશે. કેટલું કરતા તોફાન, ને કેટલું રખડતા હતા ને રાત્રે lawn માં બેસી તારાઓ ગણતા હતા કેટલા દિવસો અને રાત કોલેજ માં વિતાવી છે પણ મતલબ એ નહિ કે આપણે ભણતા હતા! જો જૂની માર્કશીટો,સત્ય હમણાં જ ખબર પડશે હવે શું ઊંઘવાનું દોસ્ત, હમણાં જ સવાર પડશે દોસ્તી માં હળી મળી ને બહુ પેપરો લખ્યા ને તીન પત્તી ટીચ્યા કરી ને જુઆરી થયા એવા જ જુગાડ કરી ને બહુ રિપોર્ટ બનાવ્યા ને એક પ્લેટ મેગી માટે બધા ભિખારી થયા બધા જ ફોટો છે મારી પાસે, જોવાની મજ્જા પડશે હવે શું ઊંઘવાનું દોસ્ત, હમણાં જ સવાર પડશે બબાલ કરવા માં ને CS રમવામાં મોખરે કોની હતી ઔકાત,કે આપણને કોઈ અડે? બાકી બધું તેલ લેવા, માણેકચોક તો પહેલું ભેગા થઇને ભીડ કરવામાં આપણો કોઈ તોટો જડે? બસ, પેટ જો તારું ભુખ્ખડ, કેવી રીતે ઓછુ કરશે સાથે ચાલવા જઈશું દોસ્ત, હમણાં જ સવાર પડશે કોઈ એની girlfriend થી બંધાયો છે તો શું થયું કોઈ Ph.D. કે Thesis...

Never Apart

You wanna talk, and I wanna smile You wanna walk, and I wanna drive You laugh aloud when I wanna cry I hug you tight, when u say goodbye When we are together baby, time just wanna fly n my love for you, that's something you cant deny You wanna text, and I wanna call You wanna fight, which means nothing at all When You wanna shout, I always try to hide That I just feel lost in your beautiful brown eyes The only thing I care is you love,and your lovely smile n my love for you, that's something you cant deny I stay awake, when you always sleepy You wanna blush, even if i do not flirt And you Always make me angry, when you wear that pink short skirt My heart skips a beat, when I see you down the road And your touch melts whole my existence and my soul You always love, when I play with your hair You always want to curse the girls I stare You want to hide, and I want to share That I love you to the core,and I care You are the reason for my happiness and new life You are special to me...

ફર્ક....

કોઈની આંખો માત્ર તને જોવા ખુલે છે જેનો હર એક શ્વાસ ફક્ત તારું નામ લે છે. જે રોજ તારા આંગણે આવી ઉભેલો મળે છે જેનો હરએક રસ્તો તારા ઘર સામે થી નીકળે છે પણ એને જોઈ ને તારું પત્થર દિલ ક્યાં પીગળે છે એ જીવે કે મરે, તને ક્યાં હવે કોઈ ફર્ક પડે છે. કોઈ બસ તારા એક દીદાર ને તરસે છે જેના દિલ માં બસ તુ અને તુ જ વસે છે તારા પ્રેમ નો એ દીવાનો છે કે નહિ શું ખબર, પણ એની આંખો માં બસ આંસુઓ જ વરસે છે. પણ એ વરસાદ તારા પત્થર દિલ પર ક્યાં પડે છે એ જીવે કે મરે, તને ક્યાં હવે કોઈ ફર્ક પડે છે. કોઈએ એની ઝીંદગી તારા ઇન્તેઝાર માં ગુજારી છે પ્રેમ જ ભગવાન છે જેના માટે, જે તારો જ પુજારી છે તારી મીઠી યાદો જેના જીવન નો બસ એક સહારો છે એ 'કોઈ' હું જ છુ જે ડૂબી રહ્યો, ને તુ જ મારો કિનારો છે. આ ડૂબતા ને હવે બચાવવાનું કોઈ કારણ તને ક્યાં જડે છે હું તારા વગર જીવું કે મરું,તને ક્યાં હવે કોઈ ફર્ક પડે છે. એ હકિકત છે કે તને કોઈ નહિ સમજી શકે મારા જેટલું એ હકિકત છે કે કોઈ નહિ ચાહી શકે તને મારા જેટલું જયારે કોઈ નહોતું તારું પોતાનું, ત્યારે હું હતો તારી જ સાથે મારી જરૂર ન રહી જયારે, આ સંબંધ સળગાવ્યો તે તારા જ હાથે "અસ્થ...