ફર્ક....
કોઈની આંખો માત્ર તને જોવા ખુલે છે
જેનો હર એક શ્વાસ ફક્ત તારું નામ લે છે.
જે રોજ તારા આંગણે આવી ઉભેલો મળે છે
જેનો હરએક રસ્તો તારા ઘર સામે થી નીકળે છે
પણ એને જોઈ ને તારું પત્થર દિલ ક્યાં પીગળે છે
એ જીવે કે મરે, તને ક્યાં હવે કોઈ ફર્ક પડે છે.
કોઈ બસ તારા એક દીદાર ને તરસે છે
જેના દિલ માં બસ તુ અને તુ જ વસે છે
તારા પ્રેમ નો એ દીવાનો છે કે નહિ શું ખબર,
પણ એની આંખો માં બસ આંસુઓ જ વરસે છે.
પણ એ વરસાદ તારા પત્થર દિલ પર ક્યાં પડે છે
એ જીવે કે મરે, તને ક્યાં હવે કોઈ ફર્ક પડે છે.
કોઈએ એની ઝીંદગી તારા ઇન્તેઝાર માં ગુજારી છે
પ્રેમ જ ભગવાન છે જેના માટે, જે તારો જ પુજારી છે
તારી મીઠી યાદો જેના જીવન નો બસ એક સહારો છે
એ 'કોઈ' હું જ છુ જે ડૂબી રહ્યો, ને તુ જ મારો કિનારો છે.
આ ડૂબતા ને હવે બચાવવાનું કોઈ કારણ તને ક્યાં જડે છે
હું તારા વગર જીવું કે મરું,તને ક્યાં હવે કોઈ ફર્ક પડે છે.
એ હકિકત છે કે તને કોઈ નહિ સમજી શકે મારા જેટલું
એ હકિકત છે કે કોઈ નહિ ચાહી શકે તને મારા જેટલું
જયારે કોઈ નહોતું તારું પોતાનું, ત્યારે હું હતો તારી જ સાથે
મારી જરૂર ન રહી જયારે, આ સંબંધ સળગાવ્યો તે તારા જ હાથે
"અસ્થિર" ના અરમાનો તો રાખ થયા, હવે આયખું બળે છે
ભલે ના પડે તને ફર્ક કોઈ, મારા છેલ્લા શ્વાસ નીકળે છે.
- Asthir Amdavadi
Kush Vyas
Boss excellent... speechless... hats off... :)
ReplyDeletewah wah!!! nice one
ReplyDeletenice one party....productivity increase thati jaye chhe.....
ReplyDelete