ઝીંદગી ના સફર માં ફરી અટવાયો છુ,
એક મુશ્કિલ આ મુકામે આવી ગયો છુ,
જ્યાં ક્યારેય ના જવાની કસમ ખાધી હતી,
ફરી એ જ સરનામે આવી ગયો છુ.
આ સફર માં ઘણાયે મુસાફિર મળ્યા છે,
કોઈ છે યાદ, તો કોઈ હજી અજનબી રહ્યા છે,
ડગલું-બે ડગલા સાથે ચાલ્યા જે લોકો,
તક સાધી ને પાછળ મને મૂકી ગયા છે;
મદદ લેવા સારા બનતા હતા મારી સાથે,
એ એમનો અસલી રંગ બતાવી ગયા છે.
આ સફર માં મને તકલીફો ઘણી મળી છે,
એક રસ્તો અંધેરો, અને સુમસામ ગલી છે.
સારા હમસફર તો બહુ ઓછા આવ્યા છે,
બાકી સાથ ના નામે ઠોકરો જ મળી છે.
જે રસ્તે આવી ઠોકરો ખાધી હતી મેં,
ફરી એ જ પથરીલા રસ્તે આવી ગયો છુ.
જેણે કર્યાં હતા સાથે ચાલવાના વાયદા,
જેના માટે મેં બદલ્યા હતા મારા રસ્તા,
એમણે જ મને અધવચ્ચે તરછોડ્યો છે.
મારો પ્રેમ ભર્યો હાથ અને સાથ છોડ્યો છે.
ફરી એક વાર આમ જ તરછોડાયો છુ,
ફરી મુશ્કિલ આ મુકામે આવી ગયો છુ.
પ્રેમ છે એક ઘૂઘવતા દરિયા જેવો,
એમાં જ જીવવાનું ને મરવાનું શીખી ગયો છુ.
મધદરિયે બહુયે લડ્યો તોફાનો માં પણ,
કિનારે આવી લહેરો માં સપડાઈ ગયો છુ.
જ્યાં ડૂબી હતી "અસ્થિર" અરમાનો ની કશ્તી
પ્રેમ-નાવડી લઇ ફરી એ જ મુકામે આવી ગયો છુ.
- Asthir Amdavadi
Kush Vyas
Comments
Post a Comment