દોસ્ત, સવાર પડશે..

રાત એ અનોખી બસ આમ પસાર થઇ ગયી
ને સાવ જૂની એ વાતો બે- ચાર થઇ ગયી
ખંખેરી ધૂળ જે લાગી હતી યાદો ની તસવીર પર,
તો એક અજબ મસ્તી દિલ પર સવાર થઇ ગયી
તને ગહેરી આ દોસ્તી નો હમણાં જ નશો ચડશે,
હવે શું ઊંઘવાનું દોસ્ત, હમણાં જ સવાર પડશે.

કેટલું કરતા તોફાન, ને કેટલું રખડતા હતા
ને રાત્રે lawn માં બેસી તારાઓ ગણતા હતા
કેટલા દિવસો અને રાત કોલેજ માં વિતાવી છે
પણ મતલબ એ નહિ કે આપણે ભણતા હતા!
જો જૂની માર્કશીટો,સત્ય હમણાં જ ખબર પડશે
હવે શું ઊંઘવાનું દોસ્ત, હમણાં જ સવાર પડશે

દોસ્તી માં હળી મળી ને બહુ પેપરો લખ્યા
ને તીન પત્તી ટીચ્યા કરી ને જુઆરી થયા
એવા જ જુગાડ કરી ને બહુ રિપોર્ટ બનાવ્યા
ને એક પ્લેટ મેગી માટે બધા ભિખારી થયા
બધા જ ફોટો છે મારી પાસે, જોવાની મજ્જા પડશે
હવે શું ઊંઘવાનું દોસ્ત, હમણાં જ સવાર પડશે

બબાલ કરવા માં ને CS રમવામાં મોખરે
કોની હતી ઔકાત,કે આપણને કોઈ અડે?
બાકી બધું તેલ લેવા, માણેકચોક તો પહેલું
ભેગા થઇને ભીડ કરવામાં આપણો કોઈ તોટો જડે?
બસ, પેટ જો તારું ભુખ્ખડ, કેવી રીતે ઓછુ કરશે
સાથે ચાલવા જઈશું દોસ્ત, હમણાં જ સવાર પડશે

કોઈ એની girlfriend થી બંધાયો છે તો શું થયું
કોઈ Ph.D. કે Thesis માં મૂંઝાયો છે તો શું થયું
બધા જ છે દૂર અંતરે, પણ અંતર થી દૂર નથી
સંપર્ક એ બધા થી ખોરવાયો છે તો શું થયું
બધા કરશે યાદથી ફોન, હમણાં જ નવરા પડશે
હવે આ રાત થશે પૂરી દોસ્ત, હમણાં જ સવાર પડશે.

- અસ્થિર "આશાવાદી" અમદાવાદી
Kush Vyas

This poem is dedicated to all my classmates..(especially US vala!!) who are away, so as to say! It's a result of the talks we had, Rushang and Me, on a night out at Rush's place...at 3 am, when I told him,"હવે શું ઊંઘવાનું દોસ્ત, હમણાં જ સવાર પડશે"...Idea!!! and thought of writing something related to the fun we had.. n well, rest is published here... See More! So if you enjoy reading this, leave a comment here.:)
(If you are reading this poem and you are not from my class of SBST 03 batch, ..many things wont be clear to you as you may not be able to connect this one. Still, try at least once! :) ... )

Comments

Post a Comment