આ Exam નું શું કરવું?
આમ તો આખી રાત ગપ્પા માર્યા કરો દોસ્તો સાથે
પણ exam ની રાત્રે જ ઊંઘ આવે, તો શું કરવું?
પહેલે થી જોઈતા હોય બહાના ભણવા થી ભાગવાના,
ને exam ટાઇમ એ જ બધા વર્લ્ડકપ આવે, તો શું કરવું?
મોડી રાત્રે વાંચવાનું શરુ કરો, ને દોસ્ત ફોન કરે
"ટીવી જો ટોપા, મસ્ત મુવી આવે", તો શું કરવું?
ખબર છે, કે નહાઈ ને જ exam આપવા મા છે સમજદારી,
પણ એ સવારે નળ મા પાણી જ ના આવે, તો શું કરવું?
રખડવામાં જે ક્યારે પણ મને દગો ના આપે
એજ બાઈક કોલેજ જતા પેટ્રોલ ઝીરો બતાવે, તો શું કરવું?
જેમની મહેનત થી પરીક્ષા મા કોપી કરવાના સ્વપ્નો સેવ્યા
એજ બાઘો કાપલીઓ ઘરે ભૂલી ને આવે, તો શું કરવું?
મુશ્કેલી થી દિમાગ પર જોર લગાવો જવાબ વિચારવા,
પણ દિમાગ મા "શીલા કી જવાની" જ આવે, તો શું કરવું?
જવાબો કોઈ આવડે નહિ, નેઆખા પેપર મા મારો ગપ્પા,
પણ પેપર પત્યા પછી બધુયે યાદ આવે, તો શું કરવું?
જે છોકરી ની સામે બધા લેકચર જોયા જ કરવું ગમે,
એને exam મા ફટાફટ લખતા જોઈ ગુસ્સો આવે, તો શું કરવું?
ફાલતુ ફેકલ્ટી ના ચમચાઓ ને મળે highest માર્ક્સ,
ને આપણને તો બસ supplementary આવે, તો શું કરવું?
- અસ્થિર અમદાવાદી
Loved it! :)
ReplyDelete