ઘોડે નથી ચડવું

પાછળ પડી ગયા છે બધા હાથ ધોઈને

બધા ના સવાલો સામે ક્યાં સુધી લડવું,

તમે પુછી પુછી ને પકાવો એ પહેલા કહી દઉં..

શાંતિ રાખો, હમણાં ઘોડે નથી ચડવું.


જલસા થી ફરું છુ કોઈની પરોજણ વિના,

પણ કોઇથી મારી આઝાદી જીરવાતી નથી.

મારું 'ગોઠવી' આપવાની નેમ લઈને બેઠા છે,

શા માટે? એ વાત મને સમજાતી નથી!

આમ જલ્દી 'કામ' પતાવી ને કુવા મા નથી પડવું,

જરા શાંતિ રાખો, હમણાં ઘોડે નથી ચડવું.


કોઈના લગ્ન મા aunties બસ પૂછ્યા કરે,

"ક્યાં સુધી બીજા ના લગ્ન મા જલસા કરશે?

સુરત વાળી છે એક ધ્યાન મા,નથી મંગળ કે ચશ્માં,

તારી કુંડળી ઇમેલ કરી દે, બાકી નું સેટિંગ થઈ જશે!

આમ સાવ ઇમેલ પર 'ફીમેલ' નું સેટિંગ નથી કરવું

લેડીઝ, શાંતિ રાખો, હમણાં ઘોડે નથી ચડવું !


જે ઉઠ્યો એ સલાહ આપે ,"બોસ, 25 તો થયા,

કેટલું ભણશો? લગન કેમ નથી કરી લેતા?'

ભાઈ,તમે ઘોડે ચડ્યા,ને પછી ગધેડા બન્યા છો,

એ બધું દુખ કેમ કોઈ ને નથી કહેતા ?

તમે બાવીસ વર્ષે પરણી ગયા,એનું મારે શું કરવું?

ઉતાવળ નથી મને, હમણાં ઘોડે નથી ચડવું !


લગન નો ઘોડો તો છે Trojan Horse જેવો ,

એક વાર ચડીને લાયા, એટલે પથારી તો ફરવાની !

તો ખોટા લશ્કરો જલ્દી લડાવી ને શું ફાયદો?

આપણી બહાદુરી પર કોઈ Troy ફિલ્મ નથી બનવાની!

ક્યારેક તો છે ડૂબવાનું, પણ હમણાં તો તરવા જ નથી પડવું!

દોસ્તો ભલે ચડ્યા,મારે હમણાં ઘોડે નથી જ ચડવું!!


(નોંધ: ઇમેલ મા કુંડળીઓ કે સ્કેન કરેલા ફોટા મંગાવવા નહિ. તપાસ કરનારે પહેલા છોકરીના ફોટો મોકલી આપવા.)


- અસ્થિર અમદાવાદી (single but not looking!!)

Comments

Post a Comment