નશો

એ કાતિલ નજરો પર મરવાનો એક અલગ જ નશો છે,

સરેઆમ મહોબ્બત કરવાનો એક અલગ જ નશો છે.

જે આંખો ના કામણ નો નથી કોઈ ઈલાજ,

એ અણીયારી આંખોથી પીવાનો એક અલગ જ નશો છે.


એ નજરોએ તીર તો કંઈક એવા ચલાવ્યા છે;

અમારા જેવા કેટલાય ના તે કાળજા વિંધાયા છે.

એ ઢળેલી પલકોમા જાણે ઢળતો સુરજ છુપાયો,

અને ઉઘડતી પલકોથી જ તો ઓજસ પથરાયા છે.

એ કાતિલ નજરો પર મરવાનો એક અલગ જ નશો છે,

સરેઆમ મહોબ્બત કરવાનો એક અલગ જ નશો છે.


બસ એક સ્વપ્ન જોવાની ગુસ્તાખી કરું છુ,

એ આંખોને ચાહવાની ગુસ્તાખી કરું ,છુ

ગહેરી-શી આ આંખો માં સમાયા છે કૈક દરિયા;

એ દરિયા મા ઊંડા ઉતરવાની ગુસ્તાખી કરું છુ.

બસ એ દરિયા માં ડૂબવાનો એક અલગ જ નશો છે,

એ કાતિલ નજરો પર મરવાનો એક અલગ જ નશો છે!


- અસ્થિર અમદાવાદી

Comments