Posts

Showing posts from March, 2011

Where were you?

In a left-abandoned, dark place, Or grave with a purple wreath, With cruel and deafening silence And dancing shadows of death I search for ghost of my dreams, And skeletons of died faith, Withered blooms of my love, Burning to the fire of lies beneath. Where were you? When my world was falling in front of my eyes, Where were you? When without you I was living nothing but lies, Where were you? I buried myself in agony and fear, Where were you? I was waiting for you right here. You never meant to leave me, But you put that promise to shred. Eyes with despair; bled tears, Memories struck like splinter in my head, Pleaded not heaven but you to save, This reign of grief wasn't easy to bear, Where were you when I needed you? I was waiting for you right here. - Asthir Amdavadi

ઘોડે નથી ચડવું

પાછળ પડી ગયા છે બધા હાથ ધોઈને બધા ના સવાલો સામે ક્યાં સુધી લડવું, તમે પુછી પુછી ને પકાવો એ પહેલા કહી દઉં.. શાંતિ રાખો, હમણાં ઘોડે નથી ચડવું. જલસા થી ફરું છુ કોઈની પરોજણ વિના, પણ કોઇથી મારી આઝાદી જીરવાતી નથી. મારું 'ગોઠવી' આપવાની નેમ લઈને બેઠા છે, શા માટે? એ વાત મને સમજાતી નથી! આમ જલ્દી 'કામ' પતાવી ને કુવા મા નથી પડવું, જરા શાંતિ રાખો, હમણાં ઘોડે નથી ચડવું. કોઈના લગ્ન મા aunties બસ પૂછ્યા કરે, "ક્યાં સુધી બીજા ના લગ્ન મા જલસા કરશે? સુરત વાળી છે એક ધ્યાન મા,નથી મંગળ કે ચશ્માં, તારી કુંડળી ઇમેલ કરી દે, બાકી નું સેટિંગ થઈ જશે! આમ સાવ ઇમેલ પર 'ફીમેલ' નું સેટિંગ નથી કરવું લેડીઝ, શાંતિ રાખો, હમણાં ઘોડે નથી ચડવું ! જે ઉઠ્યો એ સલાહ આપે ,"બોસ, 25 તો થયા, કેટલું ભણશો? લગન કેમ નથી કરી લેતા?' ભાઈ,તમે ઘોડે ચડ્યા,ને પછી ગધેડા બન્યા છો, એ બધું દુખ કેમ કોઈ ને નથી કહેતા ? તમે બાવીસ વર્ષે પરણી ગયા,એનું મારે શું કરવું? ઉતાવળ નથી મને, હમણાં ઘોડે નથી ચડવું ! લગન નો ઘોડો તો છે Trojan Horse જેવો , એક વાર ચડીને લાયા, એટલે પથારી તો ફરવાની ! તો ખોટા લશ્કરો જલ્દી લડાવી ને ...

આ Exam નું શું કરવું?

આમ તો આખી રાત ગપ્પા માર્યા કરો દોસ્તો સાથે પણ exam ની રાત્રે જ ઊંઘ આવે, તો શું કરવું? પહેલે થી જોઈતા હોય બહાના ભણવા થી ભાગવાના, ને exam ટાઇમ એ જ બધા વર્લ્ડકપ આવે, તો શું કરવું? મોડી રાત્રે વાંચવાનું શરુ કરો, ને દોસ્ત ફોન કરે "ટીવી જો ટોપા, મસ્ત મુવી આવે", તો શું કરવું? ખબર છે, કે નહાઈ ને જ exam આપવા મા છે સમજદારી, પણ એ સવારે નળ મા પાણી જ ના આવે, તો શું કરવું? રખડવામાં જે ક્યારે પણ મને દગો ના આપે એજ બાઈક કોલેજ જતા પેટ્રોલ ઝીરો બતાવે, તો શું કરવું? જેમની મહેનત થી પરીક્ષા મા કોપી કરવાના સ્વપ્નો સેવ્યા એજ બાઘો કાપલીઓ ઘરે ભૂલી ને આવે, તો શું કરવું? મુશ્કેલી થી દિમાગ પર જોર લગાવો જવાબ વિચારવા, પણ દિમાગ મા "શીલા કી જવાની" જ આવે, તો શું કરવું? જવાબો કોઈ આવડે નહિ, નેઆખા પેપર મા મારો ગપ્પા, પણ પેપર પત્યા પછી બધુયે યાદ આવે, તો શું કરવું? જે છોકરી ની સામે બધા લેકચર જોયા જ કરવું ગમે, એને exam મા ફટાફટ લખતા જોઈ ગુસ્સો આવે, તો શું કરવું? ફાલતુ ફેકલ્ટી ના ચમચાઓ ને મળે highest માર્ક્સ, ને આપણને તો બસ supplementary આવે, તો શું કરવું? - અસ્થિર અમદાવાદી

નશો

એ કાતિલ નજરો પર મરવાનો એક અલગ જ નશો છે, સરેઆમ મહોબ્બત કરવાનો એક અલગ જ નશો છે. જે આંખો ના કામણ નો નથી કોઈ ઈલાજ, એ અણીયારી આંખોથી પીવાનો એક અલગ જ નશો છે. એ નજરોએ તીર તો કંઈક એવા ચલાવ્યા છે; અમારા જેવા કેટલાય ના તે કાળજા વિંધાયા છે. એ ઢળેલી પલકોમા જાણે ઢળતો સુરજ છુપાયો, અને ઉઘડતી પલકોથી જ તો ઓજસ પથરાયા છે. એ કાતિલ નજરો પર મરવાનો એક અલગ જ નશો છે, સરેઆમ મહોબ્બત કરવાનો એક અલગ જ નશો છે. બસ એક સ્વપ્ન જોવાની ગુસ્તાખી કરું છુ, એ આંખોને ચાહવાની ગુસ્તાખી કરું ,છુ ગહેરી-શી આ આંખો માં સમાયા છે કૈક દરિયા; એ દરિયા મા ઊંડા ઉતરવાની ગુસ્તાખી કરું છુ. બસ એ દરિયા માં ડૂબવાનો એક અલગ જ નશો છે, એ કાતિલ નજરો પર મરવાનો એક અલગ જ નશો છે! - અસ્થિર અમદાવાદી