કદાચ માણસ..?
કેવો હતો ને કેવો થઇ ગયો છુ,
થોડો ભુસાયો ને થોડો બાકી રહ્યો છુ.
સમજ માં નથી આવી રહ્યું કશુયે;
મને બચાવો, હું માણસ થઇ રહ્યો છુ.
નિર્જીવ માં જીવ જ શોધતો હતો,
હવે એની સાથે વાતો પણ કરી રહ્યો છુ.
જે થાય એ સહન કરી લેતો હતો;
હવે એને ભૂલતા પણ શીખી રહ્યો છુ.
લોકો ને પહેલા ભીડ સમજતો હતો,
હવે એમાં નો જ એક બની રહ્યો છુ.
બધી લાગણીઓ ને તાળું મારતો હતો
હવે એમની જ ચાવી બની રહ્યો છુ.
પત્થર બની ને ગબડ્યા કરતો હતો,
હવે ઝરણું બની ને વહી રહ્યો છુ;
જેમના માં જીવવાનું કારણ શોધતો હતો,
એમના જ જીવન નું કારણ બની રહ્યો છુ.
આ "અસ્થિર" દુનિયા ને વખોડતો હતો,
આજે એ જ દુનિયા નો ચાહક બની રહ્યો છુ,
અમાવસ ના અંધારે થી પૂનમ નું નૂર થઇ રહ્યો છુ,
કોઈ તો મને બચાવો, હું માણસ થઇ રહ્યો છુ.
- Asthir Amdavadi (કદાચ માણસ..?)
Kush vyas
(To Be Continued.. How I define this word "માણસ - Human"...I will write about that soon)
ok, my title was much more better than urs.
ReplyDeletesuperb mannn...
ReplyDeletehats off..