શું થઇ રહ્યું છે કઈ પણ સમજાતું નો'તું, આંસુઓ નું આક્રમણ રોજ જીરવાતું નો'તું, જડ થઇ ગઈ હતી બધી સંવેદનાઓ, કહેવું હતું ઘણુય, તોય કહેવાતું નો'તું. પણ અચાનક ક્યાં ખોવાઈ ગયું આ બધું? ઘણું વિચારીને મને એક તારણ મળ્યું છે; તારા આગમન થી ઓજસ પથરાયો અંધેરે, તુજ માં જ મને આ જીવન નું કારણ મળ્યું છે છેતરાયો છુ બહુ વાર લાગણીઓ ના નામે, અને સંબંધો ને બદલે બસ જ ભારણ મળ્યું છે. પ્રેમ અને હુંફ નો મતલબ તે જ મને સમજાવ્યો, એમાં મને મારા જુના દર્દો નું મારણ મળ્યું છે, તારો સાથ મળે તો હર એક મુશ્કિલ આસાન છે, બીજું શું જોઈએ મને, તુ જ તો મારી પહેચાન છે, જે પળ તને ના જોઉં એ હર એક પળ વ્યર્થ છે, અને જોઉં તો લાગે છે ખુદાય મુજ પર મહેરબાન છે. "અસ્થિર" એ ક્ષણો માં આ જગત વિસરાયું છે , ને મારું આખુયે અસ્તિત્વ તારા માં જ સમાયું છે. - Asthir Amdavadi Kush