વ્યથા..

આજે ફરી બદનામ થયો છુ,
ને છડેચોક નિલામ થયો છુ.

સંવેદનાઓ જડ થઇ ગઈ,
લાગણીઓ ની કિંમત નથી;
જે રોજ જોયા કરતો હમેશા,
સ્વપ્નો જોવાની હિંમત નથી.
વફા પર ના કર સવાલ હવે;
આ આક્ષેપો થી હું સહેમત નથી,
રોજ આપે છે એ ઘા નવા મને,
જાણે ખુદા નીય રહેમત* નથી.

બેવફાઈ તારી બધાથી છુપાવી,
પણ તે મને એ ભૂલ મારી બતાવી;
તારા શબ્દો થી બિસ્માર* થયો છુ,
એક નહિ, ઘણી વાર થયો છુ;
વફા કરી ને બદનામ થયો છુ,
છડેચોક, સરે-આમ થયો છુ.

- Asthir Amdavadi
Kush

(*રહેમત - Blessings
*બિસ્માર - wrecked)

Comments