એક બંધ દરવાજો

રોજ એ જ ગલી માં જવાનું થાય છે ,
ને રોજ એ બંધ દરવાજો દેખાય છે.
કોઈ પોતાનું રહેતું હતું ત્યાં વર્ષો પહેલા;
ને એમનો ખાલીપો હજી વર્તાય છે.

ઘર થી થોડેક દૂર, મારી એ દોસ્ત નું એ ઘર;
મને પોતીકું લાગતું, મારી એ દોસ્ત નું ઘર;
હસતા રમતા સાથે, ને આખીયે શેરી રખડતા,
પાક્કી હતી અમારી દોસ્તી, છોને કેટલુંયે ઝગડતા;
બચપણ ની કેટલીયે યાદો તાજી થાય છે,
ને એ જુનો હીંચકો જોઈ મન રાજી થાય છે.

આટલાં વર્ષો પછી પણ તારી રાહ જોવું છુ,
જયારે તુ જતી રહી, એ પળ ને રોવું છુ;
બધું છે અત્યારે, પણ તારો જ નથી સાથ,
અચાનક ક્યાં જતી રહી,સમજાતી નથી એ વાત,
રોજ બંધ દરવાજો જોઈ ને મારું મન કચવાય છે;
ભલે જતો રહું છુ, પણ મન ત્યાં જ રહી જાય છે.

બસ, આમ જ એ ઘર સામે થી પસાર થાઉં છુ,
કોઈ ક્યારે તો આવશે મારા માટે , રાહ જોઉં છુ,
આશાઓ પર તો જીવી રહ્યા છે આખી દુનિયા ના લોકો ,
ચાલો, હું પણ એમાંનો એક બની ને જીવી જોઉં છુ.

- Asthir Amdavadi
Kush

(Awesome Painting by "Awesome" Vidhi Chudasama - amazing friend to have and one of the most influencing people I have ever met - Uploaded here with a slight fear that readers will appreciate the painting only, and not the poem!! Anyways, I don't mind at all. Thank You, Vidhi. You rock!)

Comments

Post a Comment