Posts

Showing posts from February, 2010

Made in China दिल

साला एक और बार दिल तुटेला है कौन बोला ये इश्क का आइना है? तोड-जोड के थक गयेला हु भिडू , लगता है , ये दिल "Made in China" है.. चल्ताइज़ नही, जब से उसे देखेला है काम धंधे का तो वाट इच् लगेला है जो कोइ उसको देखे उसकी मा कि आँख ऐसे १०- १२ पन्टर को तो ऐसेइच् फोडेला है उसको अपनी feelings बोलने का झमेला है पर साला अपना "Timing" हि "late" पड़ेला है life मे सेट हो गई वो शादी मना के शौख से, शादी थी उसकी, पर बेन्ड तो अपना बजेला है. साला दिल टिकाउ नही,एक और बार तुटेला है लड्की लोग के चक्कर मे दिमाग सट्केला है एक तो तुटा ये, उपर से valentine महिना है, लगता है, ये अपना दिल हि "Made in China" है.. - Asthir Amdavadi बोले तो Kush Vyas

વ્યથા..

આજે ફરી બદનામ થયો છુ, ને છડેચોક નિલામ થયો છુ. સંવેદનાઓ જડ થઇ ગઈ, લાગણીઓ ની કિંમત નથી; જે રોજ જોયા કરતો હમેશા, સ્વપ્નો જોવાની હિંમત નથી. વફા પર ના કર સવાલ હવે; આ આક્ષેપો થી હું સહેમત નથી, રોજ આપે છે એ ઘા નવા મને, જાણે ખુદા નીય રહેમત* નથી. બેવફાઈ તારી બધાથી છુપાવી, પણ તે મને એ ભૂલ મારી બતાવી; તારા શબ્દો થી બિસ્માર* થયો છુ, એક નહિ, ઘણી વાર થયો છુ; વફા કરી ને બદનામ થયો છુ, છડેચોક, સરે-આમ થયો છુ. - Asthir Amdavadi Kush (*રહેમત - Blessings *બિસ્માર - wrecked)

એક બંધ દરવાજો

Image
રોજ એ જ ગલી માં જવાનું થાય છે , ને રોજ એ બંધ દરવાજો દેખાય છે. કોઈ પોતાનું રહેતું હતું ત્યાં વર્ષો પહેલા; ને એમનો ખાલીપો હજી વર્તાય છે. ઘર થી થોડેક દૂર, મારી એ દોસ્ત નું એ ઘર; મને પોતીકું લાગતું, મારી એ દોસ્ત નું ઘર; હસતા રમતા સાથે, ને આખીયે શેરી રખડતા, પાક્કી હતી અમારી દોસ્તી, છોને કેટલુંયે ઝગડતા; બચપણ ની કેટલીયે યાદો તાજી થાય છે, ને એ જુનો હીંચકો જોઈ મન રાજી થાય છે. આટલાં વર્ષો પછી પણ તારી રાહ જોવું છુ, જયારે તુ જતી રહી, એ પળ ને રોવું છુ; બધું છે અત્યારે, પણ તારો જ નથી સાથ, અચાનક ક્યાં જતી રહી,સમજાતી નથી એ વાત, રોજ બંધ દરવાજો જોઈ ને મારું મન કચવાય છે; ભલે જતો રહું છુ, પણ મન ત્યાં જ રહી જાય છે. બસ, આમ જ એ ઘર સામે થી પસાર થાઉં છુ, કોઈ ક્યારે તો આવશે મારા માટે , રાહ જોઉં છુ, આશાઓ પર તો જીવી રહ્યા છે આખી દુનિયા ના લોકો , ચાલો, હું પણ એમાંનો એક બની ને જીવી જોઉં છુ. - Asthir Amdavadi Kush (Awesome Painting by "Awesome" Vidhi Chudasama - amazing friend to have and one of the most influencing people I have ever met - Uploaded here with a slight fear that re...