Jaraak Mara Maate...*

આજે થોડું સુઈ લઉં , કામ તો કાલે કરશું
આજે થોડું જીવી લઉં , બીજા માટે કાલે મરશું

લાગણીઓ માં છું જકડાયો
અને સંબંધો માં છું અટવાયો,
પૈસા ની તો એવી લત લાગી , કે
એની આંધળી દૌડ માં જોડાયો

બહુ આગળ નીકળી ગયો બધાથી
પણ હવે હું થાકી ગયો છુ
જ્યાંથી શરુ કરી હતી સફર
ત્યાં જ પાછો આવી ગયો છુ

સૌથી ઉપર પહોચી તો ગયો
પણ એ ખુશી નું શું કરવાનું ?
બધા અજાણ્યા જ દેખાયા મને ,
ત્યાં કોઈ જ ના મળ્યું પોતાનું

ખોવાયા છે પ્રેમ -ગીતો ને ,
ખોવાયા છે બધા રંગ ,
મંઝીલ એ પહોચવાના સફર માં
ખોવાયો મિત્રો નો સંગ ,

કેટલુંય જાગીને સપનાઓ પુરા કરું છુ ,
આજે થોડું સુઈ લઉં , કામ તો કાલે કરશું
બીજા ની ઇચ્છાઓ માટે તો હર રોજ મારું છુ ,
આજે થોડું જીવી લઉં , એમના માટે કાલે મરશું.

- Asthir Amdavadi
(Kush)
* Title suggested By Rashmita :)

Comments