Dost, Tu bau khaas che!
My longest poem ever..This one is Dedicated ..obviously to one of my friend..!! :)
કદાચ શબ્દો માં નહિ સમાવી શકાય બધું મારાથી ,
પણ તને એટલું કહી દઉં દોસ્ત, તું બહુ ખાસ છે!
વર્ષો થી તારી સાથે ભણતો આવ્યો,
પણ હું કેમ તારાથી અનજાન હતો;
પહેલા જ સમજી શક્યો હોત તને,
પણ હું કેમ આટલો નાદાન હતો.
કેટલું મેં ગુમાવ્યું એનો મને એહસાસ છે ,
ને તને એ કહી દઉં દોસ્ત, તું બહુ ખાસ છે!
હમેશા સમય આપી શકે છે,
ને મારા jokes સમજી શકે છે,
ક્યારેક વાગ્યા પર "salt" ઘસે છે;
Sorry કહીને પછી હસી શકે છે!
થોડી નૌટંકી છે તું , ખાલી એ જ ત્રાસ છે.
પણ તને એ કહી દઉં દોસ્ત , તું બહુ ખાસ છે !
થોડા શબ્દો થી જ બધું કહે છે
ક્યારેક મારા નખરા પણ સહે છે
તને જ તો કહું છું મારી આપ વીતી
બાકી ક્યાં કોઈ ને મારી ફિકર રહે છે
તું છે , તો મને મારા પર વિશ્વાસ છે ,
ને તને એ કહી દઉં દોસ્ત, તું બહુ ખાસ છે !
જયારે મન એકલું અટવાયા કરે છે
ને વિચારો આમ સતાવ્યા કરે છે
ત્યારે મને તું સમજાવ્યા કરે છે
ને વાત વાત માં મુસ્કુરાવ્યા કરે છે
"અસ્થિર" ને કહે છે "શેરુ"? શું બકવાસ છે!
મને કઈ પણ ચાલશે દોસ્ત, તું બહુ ખાસ છે !
- Asthir Amdavadi
(Kush)
aapane aa sadness thi akdaaman thaay che
ReplyDeletethis is not Sadness, boi!!! No old stories.. :)
ReplyDeletenice one kush
ReplyDeletegood work again
Dost, taro bhi trash khas chhe.
ReplyDelete