Posts

Showing posts from January, 2010

Jaraak Mara Maate...*

આજે થોડું સુઈ લઉં , કામ તો કાલે કરશું આજે થોડું જીવી લઉં , બીજા માટે કાલે મરશું લાગણીઓ માં છું જકડાયો અને સંબંધો માં છું અટવાયો, પૈસા ની તો એવી લત લાગી , કે એની આંધળી દૌડ માં જોડાયો બહુ આગળ નીકળી ગયો બધાથી પણ હવે હું થાકી ગયો છુ જ્યાંથી શરુ કરી હતી સફર ત્યાં જ પાછો આવી ગયો છુ સૌથી ઉપર પહોચી તો ગયો પણ એ ખુશી નું શું કરવાનું ? બધા અજાણ્યા જ દેખાયા મને , ત્યાં કોઈ જ ના મળ્યું પોતાનું ખોવાયા છે પ્રેમ -ગીતો ને , ખોવાયા છે બધા રંગ , મંઝીલ એ પહોચવાના સફર માં ખોવાયો મિત્રો નો સંગ , કેટલુંય જાગીને સપનાઓ પુરા કરું છુ , આજે થોડું સુઈ લઉં , કામ તો કાલે કરશું બીજા ની ઇચ્છાઓ માટે તો હર રોજ મારું છુ , આજે થોડું જીવી લઉં , એમના માટે કાલે મરશું. - Asthir Amdavadi (Kush) * Title suggested By Rashmita :)

Dost, Tu bau khaas che!

My longest poem ever..This one is Dedicated ..obviously to one of my friend..!! :) કદાચ શબ્દો માં નહિ સમાવી શકાય બધું મારાથી , પણ તને એટલું કહી દઉં દોસ્ત, તું બહુ ખાસ છે! વર્ષો થી તારી સાથે ભણતો આવ્યો, પણ હું કેમ તારાથી અનજાન હતો; પહેલા જ સમજી શક્યો હોત તને, પણ હું કેમ આટલો નાદાન હતો. કેટલું મેં ગુમાવ્યું એનો મને એહસાસ છે , ને તને એ કહી દઉં દોસ્ત, તું બહુ ખાસ છે! હમેશા સમય આપી શકે છે, ને મારા jokes સમજી શકે છે, ક્યારેક વાગ્યા પર "salt" ઘસે છે; Sorry કહીને પછી હસી શકે છે! થોડી નૌટંકી છે તું , ખાલી એ જ ત્રાસ છે. પણ તને એ કહી દઉં દોસ્ત , તું બહુ ખાસ છે ! થોડા શબ્દો થી જ બધું કહે છે ક્યારેક મારા નખરા પણ સહે છે તને જ તો કહું છું મારી આપ વીતી બાકી ક્યાં કોઈ ને મારી ફિકર રહે છે તું છે , તો મને મારા પર વિશ્વાસ છે , ને તને એ કહી દઉં દોસ્ત, તું બહુ ખાસ છે ! જયારે મન એકલું અટવાયા કરે છે ને વિચારો આમ સતાવ્યા કરે છે ત્યારે મને તું સમજાવ્યા કરે છે ને વાત વાત માં મુસ્કુરાવ્યા કરે છે...