Posts

Showing posts from January, 2014

ઋણાનુબંધ

ઘર ની શેરી એ થી બહાર નીકળતા જ જાણે નવી દુનિયા આવી જતી .  આ ખડકી ના સિવાય   શહેર નો ભાગ્યે જ કોઈ ખૂણો આ કોન્ક્રીટ જંગલ ની ચુન્ગાલ માંથી આમ   આબાદ રીતે છટકી ગયો હશે . દાયકાઓ સાથે શહેર ના રંગ રૂપ બદલાતા ગયા , પણ આ ખડકી કાળ ની એ થપાટો જીરવી ગયી - જાણે કોઈ શૂરવીર યોદ્ધો ચારે બાજુ થી ઘેરાવા છતાં અડીખમ ઉભો રહી લડતો રહે ! એક રીતે જોતાં શહેર નો અતુલ્ય   વારસો અને રાજવી ઈતિહાસ નો આ એક જ પુરાવો બચ્યો હતો . ખડકી માં   ગણતરી ના 12-15 ઘર હશે ,  પણ બધાયે એક થી એક ચડિયાતા . સ્થાપત્યકળા ના અભ્યાસુઓ અવારનવાર આવતા . ક્યારેક વિદેશી પર્યટકો પણ આવી જતા અને જાત ભાત ના સ્કેચ બનાવી જતા . સ્કૂલ માં જતો થયો ત્યાં સુધી તો આ બધા ની આદત પડી ગયી હતી . દાદાજી ના આગ્રહ થી મારા પપ્પા લગ્ન પછી   શહેર ના નવા ઘર માં શિફ્ટ નો ' તા થયા . હું બે પગે   ચાલતા શીખેલો ત્યારે જ દાદાજી દુનિયા છોડી ને ચાલી નીકળ્યા . એમના પછી પપ્પા ને પણ શહેર માં જ...