ગેમ ઓવર

હજી કાલ સુધી તો હતો હસતો-રમતો
અચાનક શું થયું એની સાથે, જોઈ દિલ બળ્યું છે;
બસ આઝાદી થઈ છે કુરબાન એની,
જ્યારથી ઘરવાળાઓ એ એનું 'નક્કી' કર્યું છે,

આવે છે દૂર દૂર ના સગા વહાલો ના ફોન
જેમને ક્યારેય ના જોયા, ના તો જોવા જવું છે
"કુમાર" ને "જમાઈ" લગાવે છે લોકો એના નામ સાથે
જ્યારથી "ફીયોન્સે" / "ગર્લફ્રેન્ડ" ના નામે attachment મળ્યું છે

એની privacy ના પીંછા ક્યારના છે ઉડી ગયા,
એની ગર્લફ્રેન્ડ એને girls ને friends થી separate કરે છે!
ને એના બધા Bank accounts સુધી તો ઠીક છે,
એનું Facebook account પણ એ operate કરે છે!!

અડધી રાત્રે ફોન અને SMS ની આપ લે કરે,
હમેશા એનો "call waiting " જ આવે છે.
મિનીટ ના ૧૦ પૈસા માં વાત કરે છે તોયે,
મહીને ૧૫૦૦ રુપયા નું બીલ લઇ આવે છે!!

હવે નથી પીતો બીયર એ અમારી સાથે,
એની ગર્લફ્રેન્ડ સાથે એ લીચી જ્યુસ પીવે છે!
કાલ સુધી ખાતો હતો જે cheeze burst પિઝ્ઝા,
એ હવે ઘી વગર ની રોટલીઓ પર જીવે છે !

ભગાવતો કાલ સુધી એ એનું pulsar ૧૨૦ KMPH પર,
આજે એની કાર માં "સીટ બેલ્ટ" પહેરી ને ફરે છે.
નથી આવતો એ રાત્રે રખડવા અમારી સાથે,
કારણકે ગર્લફ્રેન્ડને long drive પર જવું બહુ ગમે છે !

જોતો drive-in માં એ "Transformers અને "Fast five"
હવે multiplex માં જઈ ને "Twilight" જુએ છે!
Red અને Maroon માં જેને ફર્ક નો'તો લાગતો,
આજે એ દુપટ્ટા ના "ગ્રીન" શેડ માટે 10 દુકાને ફરે છે !!

બધી છોકરીઓ ને મારતો હતો લાઈન ખુલ્લે-આમ,
હવે એની સામે કેટરીના ના વખાણ કરતાય ડરે છે
નથી ઉડાવતો કોઈના ડ્રેસ કે હેર-સ્ટાઈલ ની મજાક
હવે બહુ "caring" ને "protective " થઈ ફરે છે!!

વાઈફ પહેલા જ લાઈફ બદલાઈ ગયી છે,
બિચારો MTV થી દૂરદર્શન થઈ ગયો છે!
હજી કાલ સુધી તો હતો હસતો-રમતો, હવે નથી
અત્યારથી આંગળીઓ ના ઇશારે ફરતો થઈ ગયો છે!

કાલ સુધી જે public property હતો,
આજે એ private limited થઈ ગયો છે!
કંપની દેવાળું કાઢવાની છે એની આ partnership થી;
પત્યું, એ single થી committed થઈ ગયો છે !!

- Asthir Amdavadi

Comments