ગેમ ઓવર
હજી કાલ સુધી તો હતો હસતો-રમતો અચાનક શું થયું એની સાથે, જોઈ દિલ બળ્યું છે; બસ આઝાદી થઈ છે કુરબાન એની, જ્યારથી ઘરવાળાઓ એ એનું 'નક્કી' કર્યું છે, આવે છે દૂર દૂર ના સગા વહાલો ના ફોન જેમને ક્યારેય ના જોયા, ના તો જોવા જવું છે "કુમાર" ને "જમાઈ" લગાવે છે લોકો એના નામ સાથે જ્યારથી "ફીયોન્સે" / "ગર્લફ્રેન્ડ" ના નામે attachment મળ્યું છે એની privacy ના પીંછા ક્યારના છે ઉડી ગયા, એની ગર્લફ્રેન્ડ એને girls ને friends થી separate કરે છે! ને એના બધા Bank accounts સુધી તો ઠીક છે, એનું Facebook account પણ એ operate કરે છે!! અડધી રાત્રે ફોન અને SMS ની આપ લે કરે, હમેશા એનો "call waiting " જ આવે છે. મિનીટ ના ૧૦ પૈસા માં વાત કરે છે તોયે, મહીને ૧૫૦૦ રુપયા નું બીલ લઇ આવે છે!! હવે નથી પીતો બીયર એ અમારી સાથે, એની ગર્લફ્રેન્ડ સાથે એ લીચી જ્યુસ પીવે છે! કાલ સુધી ખાતો હતો જે cheeze burst પિઝ્ઝા, એ હવે ઘી વગર ની રોટલીઓ પર જીવે છે ! ભગાવતો કાલ સુધી એ એનું pulsar ૧૨૦ KMPH પર, આજે એની કાર માં "સીટ બેલ્ટ" પહેરી ને ફરે છે. નથી આ...