ખુદા ની રહેમત
વર્ષો થી માંગેલી એ મન્નત ફળે તો કેવું?
આ ગુમનામ ઝીંદગી પછીયે જન્નત મળે તો કેવું?
આખી દુનિયા કરે ખિલાફત તારી બંદગી ની,
ને તારી તરફદારી ખુદ ખુદા કરે તો કેવું?
જ્યાં માથા ટેકતો હતો તુ એ પત્થર ઘસાઈ ગયા,
એ જડ પત્થર તારા મા ચેતના ભરે તો કેવું?
શોધ્યો જે ખુદા ને તે ભીડ ના હર-એક ચહેરા મા,
એનો જ દિદાર આઈના માં થઈ પડે તો કેવું?
તારા જે હાથ માં હતી બંદુકો અને તલવારો
એ જ હાથ થી તુ કોઈ ઝીંદગી ઘડે તો કેવું?
કોઈ શક નથી તારા ઈબાદત ના જુનૂન પર,
એટલી જ મહોબ્બત તુ ઈન્સાનિયત ને કરે તો કેવું?
તું મઝહબ થી માપતો હતો આદમી ની આન
તારું વજૂદ મઝહબ થીયે બુલંદ બને તો કેવું?
એક દિન ખુદા તને રહેમત ને કાબિલ સમજશે
વર્ષો થી માંગેલી એ મન્નત ફળે તો કેવું?
અંધારા દૂર કરવાને બદલે તુ અંધારા માં જીવતો રહ્યો
આ ગુમનામ ઝીંદગી પછીયે જન્નત મળે તો કેવું?
Comments
Post a Comment