આપણું અમદાવાદ
અમદાવાદ નામે આ એક શહેર છે જ્યાં લોકો ને હમેશા લીલા લહેર છે ચોમાસે ખાડાઓ મળે છે બધા જ રસ્તે અન્ડરપાસ ના પાણી માં ડઝનેક ખોવાયા છે પેટ્રોલ તો થયું જ છે બહુ મોંઘુ, હવે તો અદાની ના CNG થી રિક્ષાવાળાઓ અકળાયા છે BRTS થી કોને થયો ફાયદો રામ જાણે, પણ બાઈક ને બસ વાળા તો બહુયે ઠોકાયા છે . બધી ગટરો અહી ઓવરફલો થતી રહે છે, દર ચાર રસ્તે અહી ફ્લાય ઓવર બનાવાયા છે ચા ની લારી એ પણ નથી મળતા ૧૦ ના છુટા ને પાન-ગલ્લા વાળા એ AC ફીટ કરાયા છે સાલું અહી ક્યાય "pay & use" તો દેખાતું નથી પર MBA Class ના પાટિયા બધે દેખાયા છે. ગાડી માં જાય છે બૈરા શાકભાજી લેવા ફૂટપાથ પર બધે ગરીબો ગોઠવાયા છે 50 ડીગ્રી માં પણ જાનૈયા ગાંડા થઈ નાચે ને હવે બેન્ડ ને બદલે DJ ને રખાયા છે. McD ને Subway માં ભલે ભીડ દેખાય લોકો ને પાગલ તો પાણીપુરી એ જ બનાયા છે ઉત્તરાયણ માં ફૂટે છે દિવાળી ના ફટાકડા, ને અહી નવરાત્રી જોવા લોકો U.S. થી આયા છે "પાર્ટી", "બોસ" અને "બકા" થી કામ ચાલે છે ટ્રાફિકપોલીસ ને પણ લોકો એ ૨૦ માં પટાયા છે બોટલો નું થાય જઈ છે અહી કલાક માં સેટિંગ, ભલે ને ઝેરી લઠ્ઠા પી ને સો - બસ્સો ઉકેલાય...